Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે હું મારા પિતાનો [માનીતો] દીકરો હતો, મારી માની દષ્ટિમાં હું સુકુમાર તથા એકનોએક હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એકવેળાએ હું પણ મારા પિતાનું બાળક હતો, અને કુમળી વયે માનો લાડકો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:3
8 Iomraidhean Croise  

દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.


પછી દાઉદ રાજાએ સમગ્ર પ્રજાને કહ્યું, “મારો પુત્ર, સુલેમાન, જેને એકલાને ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજુ જુવાન અને બિનઅનુભવી છે, ને કામ મહા મોટું છે, કેમ કે એ મહેલ માણસને માટે નહિ, પણ યહોવા ઈશ્વરને માટે છે.


યરુશાલેમમાં તેને જે [પુત્રો] થયા તે આ છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, એ ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના;


હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.


Lean sinn:

Sanasan


Sanasan