Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હું તમને ઉત્તમ બોધ આપું છું, તેથી મારા શિક્ષણની અવજ્ઞા કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:2
15 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


પણ જો તમે વિપરીત થઈને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ જે મેં તમારી આગળ મૂક્યાં છે તેઓનો ત્યાગ કરશો, ને અન્ય દેવોની ઉપાસના કરીને તેઓને ભજશો,


કેમ કે તું કહે છે કે, મારો મત ખરો છે, અને હું તારી દ્દષ્ટિમાં ચોખ્ખો છું.


મારા શબ્દો મારા અંત:કરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે; મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે.


પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો; તોપણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નહિ.


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, ‘તમે, તમારી પત્નીઓ, તમારા દીકરા તથા તમારી દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ;


મારો બોધ વરસાદની જેમ ટપકશે. મારી વાતો ઝાકળની જેમ નીગળશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ [તે પડશે] ;


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


ઉપદેશ પ્રમાણેનાં વિશ્વાસયોગ્ય વચનોને દઢતાથી વળગી રહેનાર એવો જોઈએ, એ માટે કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય.


Lean sinn:

Sanasan


Sanasan