Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 નહિ તો કદાચ હું વધારે સંતુષ્ટ થાવ અને તને નકારુ અને કહું કે, યહોવા કોણ છે? અથવા હું કદાચ ગરીબ થઇને ચોરી કરુ અને પછી મારા દેવના નામને ષ્ટ કરું.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:9
26 Iomraidhean Croise  

કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.


તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


ચોરનો ભાગીદાર પોતાના જ જીવનો વૈરી છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.


એટલે યહોવાની વિરુદ્ધ અપરાધ કરવો, તેમનો નકાર કરવો, તથા પોતાના ઈશ્વર [ની આજ્ઞા] ને અનુસરવાથી પાછા હઠી જવું, જુલમની તથા બંડની વાત બોલવી, હ્રદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેમનો ઉચ્ચાર કરવો [એ અમારાં પાપ છે].


ઓ વંશ, તમે યહોવાનું વચન જુઓ. શું હું ઇઝરાયલને માટે વેરાન, તથા ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોક કેમ કહે છે, ‘અમે સ્વતંત્ર્ય થયા છીએ; ફરી તારી પાસે આવીશું નહિ?


તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ.


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા; તેઓ તૃપ્ત થયા, એટલે તેઓનું હ્રદય ગર્વિષ્ઠ થયું; એથી તેઓ મને ભૂલી ગયા છે.


અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય, તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે.


પણ તેણે સમ ખાઈને ફરીથી નકાર કર્યો કે, ‘તે માણસને હું ઓળખતો નથી.’


ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.


કેમ કે જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં જ્યારે હું તેઓને લાવીશ, ને તેઓ ખાઈને તથા ઘરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની તરફ ફરી જઈને તેઓની સેવા કરશે, ને મને ધિક્કારશે, ને મારો કરાર તોડશે.


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


અને યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “જુઓ, આ પથ્થર આપણી વિરુદ્ધ સાક્ષી થશે; કેમ કે યહોવાએ પોતાની જે વાતો આપણી આગળ કહી તે સર્વ એણે સાંભળી છે. તો એ તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા ઈશ્વરનો ઇનકાર કરો.”


Lean sinn:

Sanasan


Sanasan