Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે, પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:12
26 Iomraidhean Croise  

‘હું શુદ્ધ તથા નિષ્કલંક છું. હું નિરપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી.


કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”


મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.


ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.


માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.


માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો [દેખાય] છે; પણ યહોવા અંત:કરણોની તુલના કરે છે.


સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો, ભૂંડું કરવું મૂકી દો;


તેઓ કહે છે, ‘તું વેગળો રહે, મારી પાસે આવીશ નહિ, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું!’ તેઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે.


તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


પણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું યહોવા તારો ઈશ્વર છું.જેમ ઠરાવેલા પર્વના દિવસોમાં [તું વસતો હતો] તેમ હજી પણ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે.


ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભારસ્તુતિ કરું છું.


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે, એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે.”


મિખાને ત્યાં એક દેવસ્થાન હતું, તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યાં, ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan