Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:7
19 Iomraidhean Croise  

ત્યારે દાઉદ જમીન પરથી ઊઠ્યો, ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાનાં વસ્‍ત્ર બદલ્યાં; અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્‍ન પીરસ્‍યું, ને તેણે ખાધું.


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


ઉસ દેશમાં એક માણસ હતો. તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમ જ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો.


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.


મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે.


દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.


દ્રવ્યવાન થવા માટે [તન તોડીને] મહેનત ન કર; તારું પોતાનું ડહાપણ મૂકી દે.


પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને તું જુએ છે શું? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.


મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહિ તો તે પોતાને ડાહ્યો સમજશે.


દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો સમજે છે; પણ સમજણો દરિદ્રી તેની પરીક્ષા કરી લે છે.


જે માણસ પોતાના હ્રદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ [ફરજ] એ છે.


જેઓ પોતાની દષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!


કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.


Lean sinn:

Sanasan


Sanasan