Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:6
27 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું.


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું,


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.


તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.


માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.


તારા હ્રદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનું ભય રાખ;


ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.


હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.


કે અમારે કયે માર્ગે ચાલવું, ને અમારે શું કામ કરવું તે તારા ઈશ્વર યહોવા અમને જણાવે.”


અને કોઈ કોઈ વખત મેઘ થોડા દિવસ મંડપ પર રહેતો. ત્યારે યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા, અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા.


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


પણ ઈશ્વરની સ્તુતિ થાઓ કે, જેમણે તિતસના હ્રદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્‍ન કરી.


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


માણસોને માટે નહિ પણ જાણે પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે બધું ખરા દિલથી કરો,


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


દાઉદે યહોવાની સલાહ પૂછી, “જો હું એ ટુકડીની પાછળ પડું, તો શું હું તેને પકડી પાડી શકીશ?” તેણે તેને ઉત્તર આપ્યો, “પાછળ પડ; કેમ કે નક્કી તું [તેઓને] પકડી પાડીશ, ને બેશક [બધું] પાછું મેળવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan