Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જ્યારે અચાનક ભય આવી પડે, અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 અચાનક આવી પડતી આપત્તિઓનો કે દુષ્ટો દ્વારા કરાતા આક્રમણનો તને ભય રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:25
22 Iomraidhean Croise  

તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.


તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ઘાકથી છેક નાશ પામેલા છે.


રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,


એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે, અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે; જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે [હું તમારી મશ્કરી કરીશ].


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમ કે સૈન્યોના યહોવાન મુખમાંથી એ [વચન] નીકળ્યું છે.


હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.


એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),


અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.


અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”


જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહિ; કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ. પણ એટલેથી જ અંત નથી.”


તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.


પણ જો તમે, ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીહો નહિ, અને ગભરાઓ પણ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan