Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 સૂતી વેળાએ તને ડર લાગશે નહિ; અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 રાત્રે સૂતી વેળાએ તને ડર લાગશે નહિ, અને તને ગાઢ નિદ્રા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:24
21 Iomraidhean Croise  

આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના ઈશ્વરે ચારે તરફથી તેને આરામા આપ્યો હતો.


વળી તું સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ. હા, ઘણા તારી આગળ અરજ ગુજારશે.


તેનું અંત:કરણ સ્થિર‍ છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.


તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે.


હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો; કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે.


જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ.


હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો.


રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,


પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”


યહોવાનું ભય જીવનદાતા છે; [જે તે રાખે છે] તે સંતોષ પામશે; હાનિરૂપી માર તેના પર આવશે નહિ.


તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે; તું સૂતો હશે, ત્યારે તે તારી ચોકી કરશે; તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે વાતચીત કરશે.


મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


ત્યારે હું જાગ્યો, ને જોયું; અને મારી ઊંઘ મને મીઠી લાગી.


હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.


હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, ને ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત લાવીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે, ને જંગલોમાં ઊંઘશે.


વળી ખેતરમાંના વૃક્ષોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઉપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે; અને હું તેમની ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહિ, અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ.


હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan