Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 29:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે, પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 29:6
19 Iomraidhean Croise  

તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના‍ ધ્વનિ [સંભળાય છે] ; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.


હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ, તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયલના લોકોએ યહોવાની આગળ નવું ગીત ગાયું, એટલે કે, “હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેમણે મહાફતેહ મેળવી છે; તેમણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે.


સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.


દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે; પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.


આડા માણસના માર્ગમાં કાંટા તથા ફાંદા છે; પોતાના આત્માને સંભાળનાર તેથી દૂર રહેશે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.


અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે, અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.


મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો,


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.


પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા ને બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા; કેમ કે તેઓએ જોયું કે હવે અમારું આવી બન્યું.


Lean sinn:

Sanasan


Sanasan