Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 29:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પોતાના મિત્રને ફોસલાવનાર માણસ તેના મિત્રના પગ માટે જાળ બિછાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 29:5
18 Iomraidhean Croise  

જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે, તેનાં છોકરાંની આંખો પણ ક્ષીણ થશે.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”


કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.


કેમ કે કોઈ પક્ષીના દેખતાં જાળ પાથરવી તે વ્યર્થ છે.


જે ચાડિયા તરીકે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે; માટે એવા હોઠ બહુ પહોળા કરનાર [ના કામ] માં હાથ નાખતો નહિ.


જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામતિયું મોં પાયમાલી કરે છે.


જીભની ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો આપનાર પાછળથી વધારે કૃપા પામશે.


તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.


જેથી તેઓ તને પરસ્‍ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.


ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.


હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


કેમ કે તમે જાણો છો કે, અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા નહોતા, તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો [તે વિષે] ઈશ્વર સાક્ષી છે.


અને શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા, ત્યારે દાઉદે કહ્યું, “હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું, છતાં હું રાજાનો જમાઈ થાઉં, એ વાત શું તેમને નજીવી લાગે છે?”


Lean sinn:

Sanasan


Sanasan