Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 29:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે ગુનાઓ વધી જાય છે; પણ નેક પુરુષો તેઓની દુર્દશા જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 દુષ્ટોની ચડતી થાય છે ત્યારે ગુનાખોરી વધે છે, પણ નેકજનો આવા દુષ્ટોની દુર્દશા નિહાળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દુર્જનો સત્તા ઉપર આવે છે ત્યારે પાપ વધે છે, પણ સજ્જનો તેઓની પડતી થતી જોશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 29:16
11 Iomraidhean Croise  

તેનું અંત:કરણ સ્થિર‍ છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.


યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.


ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ.


બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.


વળી મારા શત્રુઓને [મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં] મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને [મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં] મારે કાને સાંભળ્યું છે.


કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.


નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે, તેઓ કેવા ઊથલી પડીને પાયમાલ થાય છે!


નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે; પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan