Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 કંજૂસ માણસ ધન પાછળ દોડે છે, પણ દરિદ્રતા તેને પકડી પાડશે તેની તેને ખબર નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:22
11 Iomraidhean Croise  

અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”


ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન થાય છે.


પોતાની [માલમિલકત] વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે [બન્‍ને] ફક્ત કંગાલાવસ્થામાં આવશે.


કંજૂસ માણસનું અન્‍ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા;


વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે; પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.


જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું માટે તને ઈર્ષા આવે છે શું?”


વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાનતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું;


પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan