Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો જુલમગાર પણ હોય છે; પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું આયુષ્ય લંબાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સમજ વિનાનો અધિકારી જ જુલમ ગુજારે છે, પણ અપ્રામાણિક્તાથી પ્રાપ્ત થતા ધનની ઘૃણા કરનાર દીર્ઘાયુ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:16
11 Iomraidhean Croise  

જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું, “આ જે લોકે તમને એમ કહ્યું કે, તમારા પિતાએ અમારા પરની ઝુંસરી ભારે કરી હતી, પણ તમે તે અમારા પરની હલકી કરો. તેઓને તમારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.


અને પેલા જુવાનિયાઓની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝુંસરી ભારે કરી પણ હું તો તમારી ઝૂંસરી વધારીશ; મારા પિતા તમને ચાબખાથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછુઓથી શિક્ષા કરીશ.”


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.


હે દેશ, તારો રાજા બાળક હોય, અને તારા હાકેમો સવારમાં ખાણીપીણી કરતા હોય, ત્યારે તને અફસોસ છે!


ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.


મારા લોકો પર તો બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. અરે મારા લોક! તમારા અગ્રેસરો તમને ભમાવનારા છે, તેઓએ તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખ્યા છે.


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


Lean sinn:

Sanasan


Sanasan