Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:13
38 Iomraidhean Croise  

અને યહોવાએ કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” અને તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”


અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.


આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો, “જો, મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે, અહીં આવ, કે, હું તને રાજા પાસે મોકલીને કહાવું કે, ગશૂરથી હું શા માટે આવ્યો છું? હું હજી ત્યાંજ રહ્યો હોત તો મારું વધારે હિત થાત. તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ; મારામાં કંઈ અન્યાય હોય, તો તે મને બેશક મારી નાખે.”


ફરી યશાયાએ પૂછ્યું, “તેઓએ તમારા મહેલમાં શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે: મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.”


જ્યારે તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન વરસે, તે વખતે જો તેઓ આ સ્થળ તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે ને તમારા નામનું સ્મરણ કરે, [આ પ્રમાણે] જ્યારે તમે તેઓને શિક્ષા કરો, ને તેઓ પોતાના પાપથી ફરે;


તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”


એલામના વંશજોમાંના યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને ઉત્તર આપ્યો, “દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અને અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે; પણ એ સંબંધી ઇઝરાયલ વિષે હજી કંઈક આશા છે.


ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.


જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને, આદમની જેમ મેં મારા અપરાધોને ઢાંક્યા હોય;


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે, ‘મેં [શિક્ષા] વેઠી છે, માટે હવે પછી હું પાપ કરીશ નહિ?”


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.


દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે; પણ અમુક બાબત વિષે બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


અને જ્યારે તે તેઓમાંથી એક વિષે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે,


તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.


પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં કૃત્યો કરવાં.


ત્યારે ઇઝરાયલી લોકોએ યહોવાને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો; પણ કૃપા કરીને આજે અમને છોડાવો.”


અને શમુએલ શાઉલ પાસે આવ્યો; ત્યારે શાઉલે તેને કહ્યું, “યહોવા તને આશિષ આપે. મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”


ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.”


Lean sinn:

Sanasan


Sanasan