Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 27:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 27:4
18 Iomraidhean Croise  

અને તેની પાસે ઘેટાં તથા ઢોર તથા ઘણા દાસો થયાં; અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી.


અને તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.


અને એનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું કે, જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડયું.


કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે.


હ્રદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.


પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્‍ને કરતાં ભારે હોય છે.


કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ.


મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].


કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


પણ પ્રમુખ યાજક તથા તેના સર્વ સાથીઓ (જેઓ સાદૂકી પંથના હતા), તેઓને બહુ ઈર્ષા આવી,


પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા.


તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, [તથા] અંટસથી ભરપૂર હતા. [અને વળી] ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. [વળી] ચુગલીખોર,


જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.


તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan