Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 27:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પોતાના મિત્રને અરે, તારા પિતાના મિત્રને પણ તજીશ નહિ, એમ કરીશ તો આપદ્કાળે ભાઈને ત્યાં દોડી જવાની જરૂર પડશે નહિ; દૂર રહેતા ભાઈ કરતા નજીકનો પડોશી વધારે મદદરૂપ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 27:10
17 Iomraidhean Croise  

અને શાઉલનો દિકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને, તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી, તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાનિ દાઢી કાપી ન હતી. ને પોતાનાં વસ્‍ત્ર ધોયાં ન હતાં,


કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મૂએલા માણસ જેવું હતું; તોપણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે આ તમારા ચાકરને દાખલ કર્યો તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે?”


પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”


મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.


જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.


દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્‍કાર કરે છે; અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે.


યહોવા કહે છે, “તમારા પૂર્વજોને મારામાં શો અન્યાય માલૂમ પડયો છે કે, તેઓ મારાથી દૂર ગયા છે, ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે, ને પોતે જ વ્યર્થ થયા છે?


દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી, “પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી આપણે અન્‍નજળ લેવું નહિ.”


તાર ભાઈના બળદને કે તેના ઘેટાને ભૂલું પડેલું જોઈને તેનાથી તારે સંતાવું નહિ. તારે તેને તારા ભાઈની પાસે જરૂર પાછું લાવવું.


Lean sinn:

Sanasan


Sanasan