Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે માણસ મૂર્ખની હસ્તક સંદેશો મોકલે છે, તે [પોતાના] પગ કાપી નાખે છે, અને તે નુકસાન શોષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મૂર્ખને હાથે સંદેશો મોકલનાર જાણે પોતાનો જ પગ કાપે છે; તે પોતાનું જ નુક્સાન વહોરી લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:6
6 Iomraidhean Croise  

જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો [હેરાન કરે છે] , તેમ આળસુ પોતાને [કામ પર] મોકલનારને [હેરાન કરે છે].


દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.


ફસલના વખતમાં હિમની શીતળતા જેવી [લાગે છે] , તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે; કેમ કે તે પોતાના ધણીના જીવને તાજો કરે છે.


મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહિ તો તે પોતાને ડાહ્યો સમજશે.


જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે.


પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, “એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે.”


Lean sinn:

Sanasan


Sanasan