Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મૂર્ખને તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે, રખેને તું પણ તેની બરાબર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન આપ, નહિ તો તું પણ તેના જેવો મૂર્ખ ગણાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:4
14 Iomraidhean Croise  

અને પેલા જુવાનિયાઓની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝુંસરી ભારે કરી પણ હું તો તમારી ઝૂંસરી વધારીશ; મારા પિતા તમને ચાબખાથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછુઓથી શિક્ષા કરીશ.”


જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


મૂર્ખના સાંભળતાં બોલ નહિ; કેમ કે તારા શબ્દોના ડહાપણને તે તુચ્છ ગણશે.


મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહિ તો તે પોતાને ડાહ્યો સમજશે.


જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.


તેઓ છાના રહ્યા, ને તેના જવાબમાં એકે શબ્દ બોલ્યા નહિ; કેમ કે રાજાની આજ્ઞા એવી હતી, “તેને ઉત્તર આપવો નહિ.”


જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે.


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


પણ મિખાએલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”


Lean sinn:

Sanasan


Sanasan