Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 25:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 25:8
12 Iomraidhean Croise  

ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું તરવાર સદા સંહાર કર્યા કરેશે? શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું જ આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?”


રાજાએ કહ્યું, “આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો, અને એકને અડધો, ને બીજીને અડધો આપો.”


એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


મૂર્ખના હોઠ કજિયા કરાવે છે, અને તેનું મોં ફટકા માગે છે.


કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે.


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.


Lean sinn:

Sanasan


Sanasan