Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 પરંતુ દોષિતને સજા ફરમાવનાર ન્યાયાધીશનું ભલું થશે, અને તેમના પર આબાદીની આશિષ ઊતરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:25
16 Iomraidhean Croise  

ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?


મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા, ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા, “અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહિ, અને તેઓની પુત્રીઓને અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહિ.”


મુખ્ય યાજક એલ્યાશીબના પુત્ર યોયાદાના પુત્રોમાંનો એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો.


જે સત્ય ઉત્તર આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.


જીભની ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો આપનાર પાછળથી વધારે કૃપા પામશે.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.”


પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


આ સાક્ષી ખરી છે. તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવ


આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.


કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan