Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હ્રદયમાં તું મગ્ન થતો નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તારા શત્રુનું પતન થાય ત્યારે હરખાઈશ નહિ, અને તે ઠોકર ખાય ત્યારે હૃદયમાં આનંદ પામીશ નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:17
12 Iomraidhean Croise  

અને તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દાટ્યો. રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડયો. સર્વ લોક પણ રડ્યા.


જો મારા દ્વેષ કરનારાઓના નાશથી હું હર્ષ પામ્યો હોઉં, અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ઉલ્લાસ થયો હોય;


પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું(તે) જાણતો નહિ; [એવી રીતે] તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહિ.


જેઓ ગેરવાજબી રીતે મારા શત્રુઓ થયા છે, તેઓ મારા ઉપર આનંદ ન કરો, જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે તેઓ આંખના મિચકારા ન મારો.


“તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે.


જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સરજનહારની નિંદા કરે છે; જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.


રખેને યહોવા તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય, અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે.


પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે, ને યહૂદાના વંશજોના વિનાશને સમયે તું તેમને જોઈને ખુશી ન થા; અને સંકટને સમયે અભિમાનથી ન બોલ.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તોપણ હું પાછો ઊઠીશ; જો હું અંધારામાં બેસું, તોપણ યહોવા મને [ત્યાં] અજવાળારૂપ થશે.


અને એમ થયું કે તેઓનાં દિલ ખુશ થયાં હતાં ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો કે તે આપણી આગળ કંઈ તમાશો કરે.” તેઓએ સામસૂનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો; અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan