Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે નેક માણસ સાત વાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:16
30 Iomraidhean Croise  

અને તેઓએ તે રાત્રે પણ તેઓના પિતાને દ્રાક્ષારસ પાયો; અને નાની જઈને તેની સાથે સૂતી; પણ તે કયારે સૂતી ને કયારે ઊઠી, એ તેણે જાણ્યું નહિ.


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


છ સંકટોમાંથી તે તને ઉગારશે; હા, સાતમાંથી તને કંઈ હાનિ થશે નહિ.


ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.


દુષ્ટોનો સંહાર પોતાની ભૂંડાઈથી થશે; અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.


જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે.


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.


હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે, તે જ રીતે તેઓના ઉરમાં તેઓને સાતગણી નિંદા વાળી આપો.


દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.


પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે; તે બન્‍નેના [તરફથી આવતા] વિનાશની ખબર કોને છે?


માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે; અચાનક તેનો નાશ થશે, અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.


પૂર્વના પવનથી વિખેરાઈ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ; તેઓની વિપત્તિને દિવસે હું તેઓના મુખ નહિ, પણ પીઠ દેખાડીશ.”


વળી તું તેઓને કહે કે, યહોવા આમ બોલે છે: “શું કોઈ પડે તે ફરીથી નહિ ઊઠે? શું કોઈ ફરે તે પાછો સ્થળે નહિ આવે?


પ્રભુ યહોવા કહે છે, “આફત, એક જ આફત; જો, તે આવે છે.


“ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે. તે ફરીથી કદી ઊઠશે નહિ. તેને પોતાની ભૂમિ પર પાડી નાખવામાં આવી છે, તેને ઉઠાવનાર કોઈ નથી.”


જેઓ સમરુનના પાપના સોગંદ ખાઈને કહે છે કે, ‘હે દાન, તારા દેવના સોગંદ, અને બેર-શેબાના માર્ગના સોગંદ, ’ તેઓ તો પડશે ને કદી પાછા ઊઠશે નહિ.”


પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે.


તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડયો.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan