Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 24:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો તું કહે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની તુલના કરે છે તે તેનો વિચાર શું કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે. તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 24:12
35 Iomraidhean Croise  

કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે, અને દરેક માણસને તેના આચારવિચાર પ્રમાણે બદલો આપશે.


તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.


હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે; તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.


તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


જે કાનનો ઘડનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખનો રચનાર છે, તે શું નહિ જુએ?


માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે. અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે.


માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.


માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો [દેખાય] છે; પણ યહોવા અંત:કરણોની તુલના કરે છે.


કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


તમે ધારણા [કરવા] માં મોટા ને કામ [કરવા] માં સમર્થ છો; દરેકને તેનાં આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દષ્ટિ મનુષ્યોનાં સર્વ આચરણ પર છે.


કોઈનો દાવો બગાડવો, એ પ્રભુને યોગ્ય લાગતું નથી.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.


કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.


ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોનાં ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે, તે દિવસે [એમ થશે].


તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે:


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


કેમ કે દરેક શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્ચાયાસન આગળ પ્રગટ થવું પડશે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે:


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.


પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’


હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહિ; તમારા મુખમાંથી કેમ કે યહોવા તો જ્ઞાનના ઈશ્વર છે, અને તે કૃત્યોની તુલના કરે છે.


યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.


જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઊઠ્યો હશે, તોપણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવનભંડારમાં બાંધી રાખશે; પણ આપના શત્રુઓનઅ જીવને તો જેમ ગોફણના ચાડામાંથી [પથ્થર] ફેંકી દે, તેમ તે ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan