Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે! તે તને કહે છે, “ખાઓ, પીઓ;” પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણકે, એ તારા ગળામાં વાળની જેમ ચોંટી જશે. તે તને “ખાઓ, પીઓ” કહેશે તો ખરો, પણ મનથી નહિં કહે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:7
12 Iomraidhean Croise  

દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


માણસ પોતાના દયાળુપણાના [પ્રમાણમાં] પ્રિય થાય છે, જૂઠા કરતાં ગરીબ માણસ સારું છે.


પટામણા હોઠ અને દુષ્ટ હ્રદય, એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવાં છે.


દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે;


જ્યારે તે મીઠું મીઠું બોલે, ત્યારે તેના પર ભરોસો ન રાખ; કેમ કે તેના અંત:કરણમાં સાતગણો કંટાળો આવે એવો [ઇરાદો] છે;


એ બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર [બેસીને] તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે [તેનો] અંત ઠરાવેલે સમયે જ આવશે.


તે જોઈને જે ફરોશીએ તેમને નોતર્યા હતા તે વિચાર કરવા લાગ્યો, “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્‍ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.”


ત્યારે તેણે તેને કહ્યું, “તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? આ ત્રણ વાર તેં મારી મશ્કરી કરી છે, ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”


Lean sinn:

Sanasan


Sanasan