Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણના] ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:34
14 Iomraidhean Croise  

આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્‍મતવાન અને શૂરવીર થજો.”


તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો.


અને તમારાં નસકોરાંના શ્વાસથી પાણીનો ઢગલો થયો. મોજાંઓ થોભીને તેમના જાણે કે સીધા ટેકરા બની ગયા; સમુદ્રના ભીતરમાં જળનિધિઓ ઠરી ગયા.


તારી આંખો અવનવા દેખાવ જોશે, અને તારું હ્રદય વિપરીત વાતો ભાખશે.


[તું કહેશે,] “લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી; તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એક વાર પીવું છે.”


હે લમુએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી; વળી, મદિરા ક્યાં છે? [એમ કહેવું] હાકેમોને શોભતું નથી.


હે છાકટાઓ, તમે જાગો ને વિલાપ કરો; હે સર્વ મદ્યપાન કરનારાઓ, તમે લહેજતદાર દ્રાક્ષારસને માટે પોક મૂકો; કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે.


કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા ને પરણતાપરણાવતા હતા;


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


Lean sinn:

Sanasan


Sanasan