Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે; અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અન્યાયનાં બીજ વાવનાર ફસલમાં વિપત્તિ લણશે; અને તેણે આચરેલ અત્યાચાર તેના નાશનું નિમિત્ત બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:8
12 Iomraidhean Croise  

મારા અનુભવ પ્રમાણે, જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.


કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.


પણ થોડી મુદતમાં [મારો] કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે.”


“અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!


“હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.


કેમ કે યહોવાની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.


કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.


તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.


કેમ કે તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે! તેને ઊભું કરશણ નથી; તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી નીકળે, તો પારકાઓ તેને ગળી જશે.


Lean sinn:

Sanasan


Sanasan