Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:29
19 Iomraidhean Croise  

અને ફારુને તેના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસને મળે?”


અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.


મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. ગોશેન દેશમાં તેઓ રહે. અને તેઓમાં કોઈ હોશિયાર છે, એવું તું જાણતો હોય તો મારાં ઢોર તેઓનાં હવાલામાં સોંપ.”


તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા, ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.


કેવા ધન્ય છે તમારા માણસો! કેવા ધન્ય‌ છે આ તમારા સેવકો, જેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે!


યરોબામ પરાક્રમી શૂરવીર યોદ્ધો હતો.સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે એને યૂસફના ઘરના સર્વ કામ પર મુકાદમ ઠરાવ્યો.


તેઓ કુંભાર હતા, ને નટાઈમ તથા ગદેરાના રહેવાસીઓ હતા. તેઓ રાજાની સાથે તેના કામને માટે ત્યાં રહેતા હતા.


ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.


ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે; પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે.


જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ;


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


રાજાએ તેઓની સાથે વાતચીત કરી, તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ, તથા અઝાર્યાના જેવો કોઈ બીજો મળ્યો નહિ. માટે તેઓ રાજાની હજૂરમાં રહેનારા થયા.


જે છોકરાઓમાં કંઈ ખોડખાંપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્‍ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, ને રાજ્યમહેલમાં ઊભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી.”


ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ‍ ચાકર, તું થોડામાં વિશ્ચાસુ માલૂમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની આગળ ઊભો રહ્યો. તેને [જોતાં જ] તેના પર શાઉલને ઘણું વહાલ ઊપજ્યું, અને તે તેનો શસ્‍ત્રવાહક થયો.


જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા; તેથી શાઉલે તેને તેડાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan