Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 22:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે હ્રદયની શુદ્ધતા ચાહે છે, તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુ નિખાલસ દયવાળો ચાહના મેળવે છે; અને મિતભાષીને રાજાની મિત્રતા સાંપડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 22:11
17 Iomraidhean Croise  

નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;


કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.


દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.


જેના હાથ શુદ્ધ છે, ‍ જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].


તમે મનુષ્યો કરતાં સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે.


બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે; પણ બદનામી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે.


નેક હોઠો રાજાઓને આનંદદાયક છે; તેઓ ખરું બોલનારને ચાહે છે.


યહોવાનિ દષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે; પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.


જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.


પછી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચઢાવ્યા.


મનમાં જેઓ‍ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.


બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”


Lean sinn:

Sanasan


Sanasan