Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ગુના [ના ભાર] થી લદાએલાનો માર્ગ ઘણો જ વાંકોચૂંકો છે; પણ પવિત્રનું કામ તો સરળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 દોષિતોનો માર્ગ વાંકોચૂકો હોય છે, પણ નિર્દોષોનો માર્ગ સીધો હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:8
25 Iomraidhean Croise  

અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.


દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે.


જેઓનાં માર્ગો વાંકા, તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે;


કજિયાખોર સ્‍ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં રહેવું તે સારું છે.


એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે, પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.


મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી, અને તેમનાં પગલાંમાં કંઈ ઇનસાફ નથી; તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે, જે કોઈ તે માર્ગે ચાલે છે, તેને શાંતિ મળતી નથી.


ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.


ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ નઠારું ને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.


મનમાં જેઓ‍ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.


અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી.


કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી, અને [સાંસારિક] માણસોની જેમ વર્તતા નથી?


શુદ્ધોને મન બધું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી તેઓનાં મન તથા અંત:કરણ ભ્રષ્ટ થયેલાં છે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


જો તમે જાણો છો કે તે ન્યાયી છે, તો એ પણ જાણજો કે, જે કોઈ ન્યાયીપણું કરે છે તે દરેક તેમનાથી જનમ્યો છે.


અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan