Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:30
20 Iomraidhean Croise  

પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો હતો, ને પોતાને ઘેર ગયો નહિ.


અને એમ થયું કે તેના બારણામાં પેસતાં જ અહિયાએ તેના પગનો અવાજ સાંભળીને કહ્યું, “યરોબામની પત્ની, તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે? કેમ કે દુ:ખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.


તેના ચાકરોમાંના એકે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એમ નથી; પણ જે વચનો તમે તમારા શયનગૃહમાં બોલો છો, તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”


શું તું તેના નાકમાં નાથ નાખી શકે? કે આંકડાથી તેનું જડબું વીંધી શકે?


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


હાલ જે કંઈ છે, તેનું નામ ઘણા વખત અગાઉ પાડવામાં આવ્યું હતું, ને તે માણસ છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે સમર્થ છે તેની સામે તે ટકકર લઈ શકતો નથી.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”


હું પૂછું છું કે, માત્ર મોંની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?


જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


પરંતું કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહું જ હલેસાં માર્યા. પણ તેઓ [પહોંચી] શક્યા નહિ, કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો.


હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેમને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે.


પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ, નહિ તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો.


અને યરીખોના રાજાને ખબર પડી કે દેશની બાતમી કાઢવાને ઇઝરાયલી લોકમાંથી માણસો આજે રાત્રે અહીં આવ્યા છે.


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan