Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે; પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 સાચો ન્યાય તોળાય ત્યારે નેકજનોને આનંદ થાય છે, પણ દુર્જનો તો આતંકગ્રસ્ત થઈ જાય છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:15
16 Iomraidhean Croise  

યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ [પાળવા] માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.


તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ


જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુ:ખમાં નાશ પામત.


‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’


યહોવાનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે; પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે.


નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે, તેઓ કેવા ઊથલી પડીને પાયમાલ થાય છે!


બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે.


મારા દીકરા, શા માટે તારે પરનારી પર મોહિત બનવું જોઈએ, અને પારકી સ્‍ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ?


હું જાણું છું કે, પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.


જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?


ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’


ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે.


કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.


Lean sinn:

Sanasan


Sanasan