Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:1
26 Iomraidhean Croise  

જે માર્ગે તે આવ્યો હશે તે જ માર્ગે તે પાછો જશે, ને તે આ નગર પાસે આવશે નહિ, ’ એમ યહોવા કહે છે.


ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર [અપાવજો] કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે, નગરના કોટને માટે, તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.


રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રમ રાખ્યો, અને તણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહરબાની રાખી. માટે રાજાએ એસ્તેરને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને સ્થાને તેને રાણી ઠરાવી.


તેમણે પોતાના લોકો પર દ્વેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.


વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.


સમુદ્ર તે જોઈને નાઠો; યર્દન નદી પાછી હઠી.


અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી?


ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેનારી નદીઓને સૂકવી નાખી.


ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.


અને હું ફારુનનુમ હ્રદય હઠીલું કરીને મારાં ચિહ્ન તથા ચમત્કારો મિસર દેશમાં વધારીશ.


માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.


માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.


માણસની ચાલચલગત યહોવાના હાથમાં છે; તો માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?


જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.


તે જ સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ;


“તેને લઈ જા, તેની સારી રીતે સંભાલ રાખ, તેને કંઈ ઉપદ્રવ ન કર, અને તે તને જે કંઈ કહે તે પ્રમાણે તું તેને માટે કર.”


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્‍ન થયો. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો.


પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.


પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. એટલે તેઓ લોહી થઈ ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan