Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આળસુ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહિ; તેથી તે ફસલમાં ભિક્ષા માગશે, પણ તેને કંઈ મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 20:4
14 Iomraidhean Croise  

ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.


આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.


આળસ ભરઊંઘમાં નાખે છે; અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.


આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.


અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.


આળસુની ક્ષુધા તેને મારી નાખે છે; કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.


એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે.


હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા :


જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan