Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 2:4
20 Iomraidhean Croise  

અને તે જ દિવસે એમ થયું કે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી જડ્યું છે.”


તેઓ તો મોતને માટે તલપે છે, અને દાટેલા ધન કરતાં તેને માટે વધારે ખોદે છે, પણ તે તેમને મળતું નથી.


તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.


તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.


હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ


તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના ‍ કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠા છે.


સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.


જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;


સત્ય ખરીદ, અને તેને વેચી ન દે; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ [વેચી ન દે].


જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.


અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.


તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિષે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે.


Lean sinn:

Sanasan


Sanasan