Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:3
21 Iomraidhean Croise  

તે હજી તો તેમની સાથે વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો, અને તેણે કહ્યું, “જુઓ, આ આપત્તિ તો યહોવા તરફથી છે; યહોવાની વાટ હું હવે પછી શા માટે જોઉં?"


એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે.


ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.


પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.


કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે, ને તેનું હ્રદય અધર્મ કરવામાં, યહોવા વિષે ભૂલભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


તેમ છતાં તમે કહો છો કે, પ્રભુનો વ્યવહાર અદલ નથી. હે ઇઝરાયલ લોકો, હવે સાંભળો:શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો વિપરીત નથી શું?


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી, નહિ તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત.


કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan