Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી; અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:2
18 Iomraidhean Croise  

એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.


જો મેં કપટભરેલો આચાર કર્યો હોય, અથવા જો મારો પગ ઠગાઈ તરફ દોડયો હોય,


કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.


નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.


જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.


ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન થાય છે.


દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.


વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે; પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.


ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે.


જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો [તારે જાણવું કે] તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.


વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે.


વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય;


Lean sinn:

Sanasan


Sanasan