Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભાભરેલો નથી; અને ચાકરને હાકેમ ઉપર અધિકાર ચલાવવો એ કેટલું બધું [અઘટિત છે] !

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મૂર્ખને એશઆરામભર્યું જીવન પ્રાપ્ત થાય તે ઘટિત નથી; એમ જ ઉમરાવ પર ગુલામ અધિકાર ભોગવે એ અનુચિત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:10
17 Iomraidhean Croise  

અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા, તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન [દ્રાક્ષારસ] પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ મચી રહ્યો.


ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી; તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે.


જેમ ઉનાળામાં હિમ, અને ફસલમાં વરસાદ [ઠીક લાગતો નથી] , તેમ મૂર્ખને માન શોભતું નથી.


લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.


હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.


એક‍ શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્‍ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.


હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા.


તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય.


પછી અબિગાઇલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું. અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો; માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછુંવત્તું કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan