Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિર્દોષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:5
20 Iomraidhean Croise  

તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


તમે ક્યાં સુધી ગેરઈનસાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો? (સેલાહ)


બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ.


અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર.


તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ.


જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.


વળી નેકીવાનને દંડ કરવો, તથા પ્રામાણિકપણાને લીધે સજ્‍જનોને મારવા એ યોગ્ય નથી.


આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.


આંખની શરમ રાખવી એ સારું નથી; તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ [સારું નથી].


રખેને તેઓ તે પીને નિયમને વીસરી જાય, અને કોઈ દુ:ખીનો ઇનસાફ ઊંઘો વાળે.


તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે.


વળી ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે, અને ન્યાયીપણું વેગળું રહે છે; સત્ય રસ્તામાં પડી રહ્યું છે, ને પ્રામાણિકપણું પ્રવેશ કરી શકતું નથી.


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.


ખંતથી ભૂંડું કરવા માટે તેઓના બન્‍ને હાથ ચપળ છે. અમલદાર તથા ન્યાયાધીશ લાંચ માગે છે. અને મોટો માણસ પોતાના મનમાંનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. એમ તેઓ ભેગા થઈને ગોટાળો વાળે છે.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan