Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:24
17 Iomraidhean Croise  

હે મારા બાંધવ યોનાથાન, તારે લીધે મને ખેદ થાય છે. તું મને બહુ પ્રિય હતો; મારા પર તારો પ્યાર અદભુત હતો, સ્‍ત્રીઓના પ્યાર કરતાં [પણ] વિશેષ હતો.


ઇત્તાયે રાજાને ઉત્તર આપ્યો “જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના સોગન, કે જ્યાં જ્યાં તમે જશો, ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય, તોપણ ત્યાં હું પણ નક્કી જઈશ.”


એથી આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે? તારા મિત્રની સાથે તું કેમ ન ગયો?”


પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.


તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.


જેમ અત્તર તથા સુગંધીથી હ્રદયને હર્ષ થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.


અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan