Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ગરીબ કાલાવાલા કરે છે; પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:23
18 Iomraidhean Croise  

“જે માણસ તે દેશનો ઘણી છે તેણે અમને કઠોર વચનો કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા.


અને યૂસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા. પણ તે પારકાની જેમ તેઓની સાથે વત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછયું, “તમે ક્યાંથી આવ્યા?” અને તેઓએ તેને કહ્યું, “કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.”


રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો, ને વડીલોએ તેને જે સલાહ આપી હતી તેનો ત્યાગ કર્યો;


તેઓને રાજાએ સખ્તાઈથી ઉત્તર આપ્યો. તેણે વડીલોની સલાહ ગણકારી નહિ.


શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે?


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્‍કાર કરે છે; અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે.


દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે, અને દેણદાર લેણદારનો દાસ છે.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


“આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.


અને તમે સુંદર કીમતી વસ્‍ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો, “તમે અહીં ઉત્તમ સ્થાને બેસો”, પણ પેલા ગરીબ માણસને કહો છો, “તું ત્યાં ઊભો રહે.” અથવા “અહીં મારા પગના આસન પાસે બેસ.”


પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?


તેણે મને કહ્યું, ‘કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂળીઓ મધ્યેથી મને કણસલાં વીણી ભેગાં કરવા દે:’ એવી રીતે તે આવી, અને ત્યારથી એટલે સવારથી માંડીને આ સાંજ સુધી એ કામ પર લાગું રહી છે, ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ.”


અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.”


નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો. “દાઉદ કોણ છે? અને યિશાઈનો દિકરો કોણ છે? આજકાલ પોતાના ધણીઓ પાસેથી નાસી જનારા ચાકરો તો ઘણા છે.


તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan