Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:10
29 Iomraidhean Croise  

અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.


મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી એટલે એસાવના હાથથી બચાવજો; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દિકરાઓને તેઓની માઓ સહિત મારી નાખે.


અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે;


મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.


તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે. અને તે પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદાકાળ મહેરબાની રાખે છે.”


તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.


હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”


અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.


યહોવાના ભયમાં દઢ વિશ્વાસ સમાયેલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે.


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.


યહોવા પર સદા ભરોસો રાખો; કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].)


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે, હું આલ્ફા તથા ઓમેગા છું.


ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan