Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી નેકીવાનને દંડ કરવો, તથા પ્રામાણિકપણાને લીધે સજ્‍જનોને મારવા એ યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 નેકજનને દંડ કરવો અયોગ્ય છે, અને સજ્જનને તેની પ્રામાણિક્તાને લીધે ફટકારવો એ ગેરવાજબી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 નિર્દોષને દંડ કરવો એ સારું નથી, તેવી જ રીતે પ્રામાણિકપણાને તેની વિશ્વસનીયતા માટે દંડ ફટકારવો યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:26
10 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


માટે હવે ઊઠીને બહાર આવો, ને તમારા સેવકોને દિલાસાનાં બે વચનો કહો; કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે, જો તમે બહાર નહિ આવો, તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહિ; અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુ:ખ તમારા પર પડ્યું છે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે.”


અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


હે પલટણોની પુત્રી, હવે તું તારી પલટણોસહિત એક્ત્ર થશે. તેણે આપણને ઘેરો નાખ્યો છે. તેઓ ઇઝરાયલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે.


જ્યારે તેમણે એમ કહ્યું ત્યારે સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે?”


Lean sinn:

Sanasan


Sanasan