Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:6
27 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બોલ્યો, ખચીત આ ઠેકાણે ઈશ્વરનું ભય નથી, ને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાંખશે, એવું ધારીને મેં એમ કર્યું છે.


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.


પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.


જે પ્રામાણિકપણે ચાલે છે, તે યહોવાનું ભય રાખે છે. પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે, તે તેને તુચ્છ માને છે.


મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે.


દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.


કૃપા તથા સત્ય રાજાનું રક્ષણ કરે છે; દયાથી તેનું રાજ્યાસન ટકી રહે છે.


કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.


તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા;


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


હે રાજાજી, ખુલાસો તો આ પ્રમાણે છે: મારા સ્વામી રાજાને માથે જે આવ્યું છે તે તો પરાત્પર [ઈશ્વર] નો હુકમ છે;


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહિ; પણ તારે તારા ઈશ્વરનો ડર રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.


મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.


અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.


વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


Lean sinn:

Sanasan


Sanasan