Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:33
15 Iomraidhean Croise  

ચિઠ્ઠી [નાખવાથી] તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.


પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.


વળી તે સર્વે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને કારણે આપણા પર આ વિઘ્ન આવ્યું છે.” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને ચિઠ્ઠી યૂનાના નામની નીકળી.


ઘણા માણસો હાકેમની કૃપા શોધે છે; પણ માણસનો ઇનસાફ યહોવા પાસે છે.


લોકોના સરદારો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક [માણસ] પવિત્ર નગર યરુશાલેમમાં વસવા માટે જાય, અને [બાકીના] નવ બીજા નગરોમાં [રહે].


અને યહોશુઆએ તેઓને માટે શીલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી; અને ત્યાં યહોશુઆએ ઇઝરાયલીઓને, તેઓના હિસ્‍સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.


અને તેઓ તેના સાત વિભાગ કરે:યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર રહે, ને યૂસફપુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે.


એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી એમ થશે કે, જે કુળને યહોવા પકડે, તે કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને યહોવા પકડે, તે ઘરવાર આગળ આવે; પછી જે ઘરનાંને યહોવા પકડે, તે પુરુષવાર આગળ આવે.


પણ તમારા ઈશ્વર જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારાં સંકટોમાંથી તમને છોડાવે છે તેમને આજે તમે નકાર્યા છે, ને તમે તેમને કહ્યું છે કે અમારા ઉપર રાજા ઠરાવી આપો, તો હવે તમારાં કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની સમક્ષ હાજર થાઓ.”


જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.


કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગાએ, બે માર્ગના મથક પર બાબિલનો રાજા શકુન જોવા ઊભો‌ છે: તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.


અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે:એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે.


પણ હવે ગિબયાને આપણે જે કરીશું તે આ પ્રમાણે:ચિઠ્ઠી નાખીને [આપણે તે પર ચઢાઈ કરીશું].


Lean sinn:

Sanasan


Sanasan