Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:32
16 Iomraidhean Croise  

શું દમસ્કસની નદીઓ અબાના ને ફાર્પાર ઈઝરાયલના સર્વ જળાશયો કરતાં સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં?” [એમ કહીને] તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો.


યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.


જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.


ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.


ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.


માથે પળિયાં એ મહિમાનો મુગટ છે. તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.


ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.


માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.


લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.


જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે.


કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને મનના મગરૂર માણસ કરતાં મનનો ધીરજવાન સારો છે.


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.


એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ.


મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan