Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:18
27 Iomraidhean Croise  

જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો.


ત્યારે હામાન અંદર ગયો. રાજાએ તેને પૂછ્યું, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?” હવે હામાને મનમાં વિચાર્યું, “મારા કરતાં બીજા કોને માન આપવા રાજા વિશેષ ખુશ થાય?”


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.


કજિયો ચાહનાર ગુનો ચાહે છે; જે પોતાનો દરવાજો ઊંચો કરે છે તે પોતાનો નાશ શોધે છે.


માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


ઉદ્ધત ઠોકર ખાઈને પડશે, કોઈ તેને ઉઠાવશે નહિ. હું તનાં નગરોમાં આગ લગાડીશ, તે તેની ચોતરફનું બધું બાળીને ભસ્મ કરશે.


તારા સૌદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કર્યો છે, રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે.


મિસર દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું. કેમ કે તે બોલ્યો છે કે, ‘નદી મારી છે, ને મેં તે બનાવી છે.’


તે લશ્કને લઈ જવામાં આવશે, ને તેનું હ્રદય ગર્વિષ્ઠ થશે. અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહિ.


હવે, હે બેલ્શાસ્સાર, તેમના પુત્ર, જો કે આ સર્વ આપ જાણતા હતા તોપણ આપ નમ્ર થયા નથી,


તેથી તેમની પસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો, ને આ લેખ લખવામાં આવ્યો.


ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.


અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે, “એને જગા આપ.’ ત્યારે તારે લજવાઈને સહુથી નીચી જગાએ બેસવું પડશે.


વારુ, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ;


નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.


તોપણ યિફતાએ જે સંદેશો આમ્મોનપુત્રોના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહિ.


તે પલિસ્તીએ આમતેમ જોતાં દાઉદને જોયો ત્યારે તેણે તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તે તદન જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan