Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે; પણ નેકીને અનુસરનાર પર તે પ્રેમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માર્ગે ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:9
21 Iomraidhean Croise  

કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.


મારામાં કંઈ દુરાચાર હોય, તો તે તમે જોજો, અને મને સનાતન માર્ગમાં ચલાવજો.


તમારી હજૂરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શક્તા નથી; કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરો છો.


માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.


જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે.


અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હ્રદય, તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.


ગુના [ના ભાર] થી લદાએલાનો માર્ગ ઘણો જ વાંકોચૂંકો છે; પણ પવિત્રનું કામ તો સરળ છે.


દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.


“હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ.


હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.


એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે.


અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્‍યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.


Lean sinn:

Sanasan


Sanasan