Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:29
19 Iomraidhean Croise  

ખરેખર ઈશ્વર દંભીઓનું સાંભળશે નહિ, અને સર્વશક્તિમાન તેઓને લેખવશે નહિ.


હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.


તેઓએ બૂમ મારી, પણ બચાવનાર કોઈ નહોતો; હા, તેઓએ યહોવાને [વિનંતી કરી] , પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.


કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.


આંખોના અજવાળાથી અંત:કરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ કરે છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.


કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે. પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે.”


Lean sinn:

Sanasan


Sanasan