Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:27
28 Iomraidhean Croise  

તે પરથી શિમઈ ઊઠયો, ને ગધેડા પર જીન બાંધીને પોતાના દાસોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને શિમઈ જઈને પોતાના ચાકરોને ગાથથી લઈ આવ્યો.


માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


તું કંઈ લાંચ ન લે; કેમ કે લાંચ દેખતાને અંધા બનાવે છે, ને ન્યાયીઓના દાવાને ઊંધો વાળે છે.


દરેક દ્રવ્યલોભી માણસના માર્ગ એવા છે; આવું [દ્રવ્ય] તેના માલિકોનું સત્યાનાશ વાળે છે.


જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે] ; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે].


જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.


દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે.


શરૂઆતમાં તો વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે; પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.


દ્રવ્યવાન થવા માટે [તન તોડીને] મહેનત ન કર; તારું પોતાનું ડહાપણ મૂકી દે.


જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો જુલમગાર પણ હોય છે; પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું આયુષ્ય લંબાશે.


જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે.


રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે; પણ લાંચ લેનાર તેને પાયમાલ કરે છે.


જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે.


તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


કેમ કે દ્રવ્યનો લાભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુ:ખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.


પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan