Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જ્ઞાનીની જીભ જ્ઞાન પ્રદાન કરે છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખાઈ ઓકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:2
14 Iomraidhean Croise  

મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; [તેઓ એવું બોલે છે કે,] કોણ સાંભળનાર છે?


ડાહ્યો પુરુષ [પોતાના] ડહાપણને ઢાંકી રાખે છે; પણ મૂર્ખોનું અંત:કરણ [પોતાની] મૂર્ખાઈ જાહેર કરે છે.


પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે.


પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર [બોલેલો] શબ્દ કેવો સારો છે!


સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.


જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.


જ્ઞાનીનું હ્રદય તેના મુખને શીખવે છે, અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે.


તું વિવેકબુદ્ધિ સાચવી રાખે, અને તારા હોઠ સમજને સંઘરી રાખે.


વળી મૂર્ખ ઘણું બોલે છે; પણ માણસ જાણતું નથી કે શું થવાનું છે; અને તેની પાછળ શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?


પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે, અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ [ઉઘાડી થાય છે].


હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે [મને] જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું.


Lean sinn:

Sanasan


Sanasan